નવી દિલ્હીમાં નવું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) પોર્ટલ લોન્ચ કરાયું
નવી દિલ્હીમાં નવું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) પોર્ટલ લોન્ચ કરાયું
Blog Article
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં મંગળવારે વિદેશવાસી ભારતીયો માટે નવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત તેના OCI કાર્ડધારક મૂળ નાગરિકોને વિશ્વસ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વિદેશી નાગરિકોની નોંધણીને સરળ બનાવવા માટે અદ્યતન યુઝર ઇન્ટરફેસ સાથે એક નવું OCI પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
Report this page